Thursday - Jul 02, 2026

યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાનું "COMMUNITY CONTRIBUTION AWARD''થી સન્માન

યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાનું

સાહિત્ય અને સંશોધન ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને તેમની ઉમદા સાહિત્યિક સેવાઓ બદલ પ્રતિષ્ઠિત સંસ્થા મોરબી ન્યુમિસમેટિક ક્લબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં આયોજિત એક કાર્યક્રમમાં મોરબી ન્યુમિસમેટિક ક્લબના સેક્રેટરી કપિલદેવ પંડ્યા તથા કોષાધ્યક્ષ દર્શનભાઈ દવે દ્વારા પરમ જોલાપરાને સંસ્થાનો સર્વોચ્ચ 'COMMUNITY CONTRIBUTION AWARD' એનાયત કરવામાં આવ્યો હતો.