વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ગામની સીમમાં આવેલ સનસાઈન સિરામિક ફેક્ટરીમા કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન રાજ્યના વતની સંદીપ સીઓનંદન શર્મા ઉ.35 ના લગ્ન થતા ન હોય સતત ચિંતામાં રહી ગત તા.18ના રોજ બપોરના સમયે લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.