Monday - Oct 05, 2026

મોરબીમાં અગાસી ઉપર ચક્કર આવતા નીચે પટકાતા યુવાનનું મોત

મોરબીમાં અગાસી ઉપર ચક્કર આવતા નીચે પટકાતા યુવાનનું મોત

મોરબી : મોરબી શહેરના નવલખી રોડ પર રોયલપાર્કમાં રહેતા તરુણભાઈ વાસુદેવભાઈ પંડયા ઉ.43 નામના યુવક ગઈકાલે સાંજે અગાસી ઉપર હતા ત્યારે અચાનક ચક્કર આવ્યા બાદ અગાસી પરથી નીચે શેરીમાં પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.