Thursday - Jul 02, 2026

માળીયા અને વાંકાનેરમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

માળીયા અને વાંકાનેરમાં વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી : મોરબી જિલ્લામાં માળીયા મિયાણા અને વાંકાનેર તાલુકા પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં સરતાનપર રોડ, વવાણીયા અને માળીયા શહેરમાં જાહેરમાં વરલીના આંકડા લઈ જુગાર રમાડતા ત્રણ આરોપીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં માળીયા મિયાણા પોલીસે વવાણીયા - બગાસરા ગામના રસ્તેથી આરોપી કાદરભાઈ આમદભાઈ સેતા ઉ.50 રહે.જ્ઞાનનગરી, વવાણીયા વાળાને રોકડા રૂપિયા 350 સાથે વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ બીજા દરોડામાં માળિયાની મોટી બજારમાંથી આરોપી શિવાભાઈ સુરજભાઈ પરસુંડા રહે.જુના રેલવે સ્ટેશન નજીક માળીયા વાળાને રોકડા રૂપિયા 460 સાથે વરલીનો જુગાર રમાડતા ઝડપી પાડ્યો હતો.જ્યારે ત્રીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર રોડ પરથી આરોપી નિતેશ ભીખાજીભાઈ ખાંભલીયા રહે.સરતાનપર વાળાને જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 500 કબ્જે કરી જુગારધારા મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.