Saturday - May 02, 2026

ગઈ કાલે મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી ને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

ગઈ કાલે મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી ને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

 મોરબી:– રાજ્યમાં હાલ ઠેર ઠેર શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે ગત તા.28/6/25ના રોજ મોરબી તાલુકાના હજનાળી ગામે શ્રી હજનાળી પ્રાથમિક શાળામાં પણ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, આ તકે ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની,મહેશ અઘારા-ડેપ્યુટી ડાયરેક્ટર ગાંધીનગર, અશોક દેસાઈ - પ્રમુખ તાલુકા પંચાયત મોરબી,રાહુલ કોટડીયા-તાલુકા આરોગ્ય અધિકારી મોરબી,ચિરાગ આદ્રોજા - BRC કો ઓર્ડીનેટર મોરબી, લાયઝન અધિકારી ભરત પટેલ તથા રાકેશ કાંજીયા ઉપસ્થીત રહ્યા હતા, સાથે હજનાળી ગામના સરપંચ મહેશ પારેજીયા,SMC અધ્યક્ષ સંજય પારેજીયા, અને વાલીઓ તથા ગ્રામજનો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, 
 
ગઈ કાલે મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી ને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
ગઈ કાલે મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી ને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
ગઈ કાલે મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી ને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
ગઈ કાલે મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી ને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
ગઈ કાલે મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી ને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

  કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, ત્યારબાદ પ્રાર્થના, પ્રાર્થના બાદ શાળાની બાળાઓ દ્વારા અભિનય સાથે સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ શાળાના આચાર્ય કવિતાબેન કલોલાએ મહેમાનોનું શાબ્દિક શબ્દોથી સ્વાગત કર્યુ હતું, બાદમાં બાળકો દ્વારા મહેમાનોને પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશ પામનાર બાળકોને શાળા દ્વારા શૈક્ષણિક કીટ આપી મહેમાનોના હસ્તે તેમને પ્રવેશ આપવામાં આવ્યો હતો, તથા શાળામાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા સત્રાંત પરીક્ષામાં પ્રથમ નંબર મેળવેલ બાલવાટિકા થી ધો 8 સુધીના વિદ્યાર્થીઓ તેમજ વર્ષ 24-25 માં 100% હાજરી આપનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા ઇનામ આપી મહેમાનોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. દાતા તરીકે ગામના સરપંચ મહેશ પારેજીયાનું મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીના હસ્તે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, બાદમાં મહેમાનો દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા સપનાબેન પીઠડીયાની આગેવાનીમાં શાળાના બાળકો જગમાલ ધંધુકિયા અને નિશા પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારબાદ છેલ્લે આભાર વિધિ શાળાના શિક્ષક મોહિતભાઈ ચનિયારા દ્વારા કરવામાં આવ્યું હતું, અને શાળાના શિક્ષક અમિતભાઈ ખાંભરા દ્વારા
રોડ સલામતી માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા, ત્યારબાદ વૃક્ષારોપણ અને SMC સાથે અધિકારીઓએ મિટિંગ કરી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો, આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો અશ્વિનભાઈ ચાવડા, દક્ષાબેન મકવાણા તથા મિલનભાઈ ડોરીએ ભારે જહેમત ઉઠાવી હતી.

ગઈ કાલે મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી ને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
ગઈ કાલે મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી ને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો