વાંકાનેર : કાળઝાળ મોંઘવારીમાં ગરીબ અને મધ્યમવર્ગની સ્થિતિ કફોડી બની છે ત્યારે વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક સિરામિક ફેકટરીમાં મજૂરી કરતા શ્રમિકની આર્થિક સ્થિતિ કથડી જતા વતનમાં રૂપિયા ન મોકલી શકતા ચિંતામાં આવી જઈ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.
વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ અમરનાથ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના કૌસંબી જિલ્લાના વતની રામલોચન સુબેદારભાઈ રાજપૂત ઉ.વ.32 નામના યુવકે ગઈકાલે સવારના સમયે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસના મૃતક રામલોચનની આર્થિક સ્થિતી સારી ન હોવાથી વતનમાં રૂપિયા ન મોકલી શકતા ચિંતામાને ચિંતામાં કંટાળી જઈ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.