Wednesday - May 06, 2026

ટંકારામાં વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

ટંકારામાં વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

ટંકારા તાલુકામાં રહેલ સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા શહેરનાં મુખ્ય માર્ગો પરથી આદિવાસી પ્રેરણા સ્ત્રોત બિરસા મૂંડા તેમજ બંધારણનાં ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને ફુલહાર કરીને ડીજેનાં તાલ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

ટંકારામાં વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

આદિવાસી યુવાઓ વડિલો પોતાનાં સામાજિક પરંપરાગત પહેરવેશ તેમજ જય જોહાર જય ભીમનાં ટીશર્ટ સાથે ઉપસ્થિત રહ્યા હતાં. ટંકારા શહેરનાં દરેક મુખ્ય ચોકમાં આદિવાસી નૃત્ય તેમજ તીરબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનાં સમાપનમાં ડૉ.આંબેડકર ભવન ખાતે સભા તેમજ સમૂહ ભોજનનું આયોજન કર્યું હતુ.

ટંકારામાં વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

આગામી તારીખ 21 ઓગસ્ટ નાં ભારત બંધ એલાનને ટંકારા તાલુકાનાં આદિવાસી દલિત સમાજ દ્વારા સમર્થન તેમજ આહવાન કરવામાં આવ્યું છે. વિશ્વ આદિવાસી દિવસ નાં મહારેલીનાં આયોજન માં એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, કાનજીભાઈ ગોહેલ, નરસિંગ ભાઈ સંગોળ તેમજ માનસિંગભાઈ ગણાવાએ મુખ્ય જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે બહુજન મિશનરી નાગજીભાઈ ચૌહાણ, મહેશભાઈ લાધવા, રમેશભાઈ રાઠોડ, હસમુખભાઈ સોલંકી, અશોકભાઈ ચાવડા વગેરે આગેવાનો સહિત આશરે બે હજાર થી વધું આદિવાસી યુવાઓ વડિલો બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.