વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા જશુબેન સુરેશભાઈ કુંઢીયા ઉ.વ.33 નામના મહિલાને છેલ્લા છ વર્ષથી મણકાની ગાદીની બીમારી હોય આ બીમારીથી કંટાળી જઈ ગઈકાલે સાંજના સમયે પોતાના ઘેર પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.