Thursday - Apr 23, 2026

મોરબીના જેતપર રોડ ઉપર ટ્રકે સ્કૂટરને હડફેટે લેતા મહિલાનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર ટ્રકે સ્કૂટરને હડફેટે લેતા મહિલાનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ લોર્ડસ હોટલની સામેના ભાગમાંથી મહિલા એક્ટિવા લઈને જઈ રહી હતી દરમિયાન ટ્રક ચાલકે એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ઇજાઓ થયેલ હોવાથી ઇજા પામેલ મહિલાનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા સોનલબેન અબ્બાસભાઈ કટિયા (45) નામની મહિલા મોરબીના જેતપર રોડ ઉપર આવેલ લોર્ડસ હોટલ સામેથી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં તેના એકટીવાને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ગંભીર ઈજા થઈ હોવાથી તે મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.