Friday - Jan 24, 2025

મોરબીના શાકમાર્કેટ પાછળનો વિસ્તાર વગર વરસાદે બારેમાસ પાણી-પાણી

મોરબીના શાકમાર્કેટ પાછળનો વિસ્તાર વગર વરસાદે બારેમાસ પાણી-પાણી

મોરબીની શાક માર્કેટ પાછળ આવેલા અને મુખ્ય બજાર વિસ્તાર ગણાતા લોહાણાપરા અંદાજીત 40 વર્ષથી ગટરના પાણીથી પ્રભાવિત છે. આ વિસ્તારમાં વરસાદ હોય કે ન હોય બારેમાસ એટલે કાયમી રીતે પાણી ભરેલા રહે છે. ખાસ કરીને ગટરના પાણી ભરેલા હોવાથી વ્યાપર ધંધા ઠપ્પ થઈ ગયા છે. જેના કારણે વેપારીઓ અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગટર ઉભરાવવાનો પ્રશ્ન હલ કરવામાં પાલિકા તંત્ર નિષફળ નીવડ્યું છે.
 

મોરબીના શાકમાર્કેટ પાછળનો વિસ્તાર વગર વરસાદે બારેમાસ પાણી-પાણી

મોરબીની શાકમાર્કેટ અને લોહણાપરા મેઈન બજાર વિસ્તારમાં કાયમી રીતે ગટરના પાણી ભરાયેલા હોવાથી વેપારીઓએ ભારે ત્રસ્ત થઈ ગયા છે. ગટરના પાણીની રજુઆત કરવામાં વેપારીઓ ગળે આવી ગયા, પણ તંત્રએ નિભરતા બરકરાર રાખી છે. આથી લોહાણાપરા શેરી નંબર 1, 2 અને 3માં  ગંદા પાણીમાંથી લોકોને ચાલીને જવું પડી રહ્યું છે. લોહાણાપરામાં અનેક દુકાનો આવેલી હોય લોકો પણ આ સમસ્યાના કારણે ખરીદી કરવા આવતા નથી.આથી વેપાર ધંધા ઉપર ખરાબ અસર પડી રહી છે. લોકોની સાથે સાથે અન્ય માલ સામગ્રી લઈ આવનાર રીક્ષા કે રેંકડી ઘરકો પણ આવી આવે તો ફરજિયાત પણે ગટરના પાણીમા ચાલવાની નોબત આવે છે.બીજી વખત માલ લઈને આવતા ન હોવાથી વેપારીઓની આવક પર અસર પડી છે. ઘણા વેપારીઓ તો દુકાન ખોલવાનું જ ટાળી રહ્યા છે. આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પાલિકા તંત્ર જાણે લોકોની સમસ્યા હલ કરવામાં ઉદાસિનતા દાખવી રહ્યું હોય તેમ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.