Wednesday - Aug 26, 2026

અગાઉના ઝઘડામા કેસ પરત ખેંચી લેજે નહિતર જીવતો નહીં રહે

અગાઉના ઝઘડામા કેસ પરત ખેંચી લેજે નહિતર જીવતો નહીં રહે

ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અલ્પેશ ગોરધનભાઇ ઘોડાસરાએ ટંકારા પોલીસ મથકમાં આરોપી સુરેશ નથુભાઈ પરમાર રહે.ઓટાળા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના કૌટુંબીક ભાઈને અગાઉ આરોપી રોહિત નાનજીભાઈ ફાંગલીયા સાથે ઝઘડો થયો હોય ફરિયાદ નોંધાવી હોવાથી આરોપી રોહિત ફાંગલિયાના મિત્ર સુરેશ પરમારે ફરિયાદી અલ્પેશભાઈને કેસ પાછો ખેંચી લેવા જણાવી અન્યથા જાનથી મારી નાખી એટ્રોસીટી કેસમાં ફસાવી દેવા ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.