Friday - Jul 17, 2026

મોરબીના ચિત્રકૂટ ફીડર હેઠળના વિસ્તારોમાં કાલે વિજકાપ

મોરબીના ચિત્રકૂટ ફીડર હેઠળના વિસ્તારોમાં કાલે વિજકાપ

મોરબી : મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળના વિસ્તારોમાં તા.21ને મંગળવારના રોજ મેઇન્ટેનન્સની કામગીરી માટે વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે.

જેમાં ચિત્રકૂટ ફીડર હેઠળ આવતા નવી -જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસપરા, ચાર ગોડાઉન સહિતના વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં સવારે 7:30 થી બપોરે 3:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર, શહેર પેટા વિભાગ-2ની યાદીમાં જણાવાયું છે.