Wednesday - Aug 19, 2026

મોરબીમાં કાલે વાવડી રોડ પરના વિસ્તારોમા વિજકાપ

મોરબીમાં કાલે વાવડી રોડ પરના વિસ્તારોમા વિજકાપ

આવતીકાલે તા. 29-12-2024ને રવિવારના રોજ નવા કામની કામગીરી તેમજ ફીડર સમારકામ કરવાની કામગીરી હોઇ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી હોસ્પીટલ ફીડર વિસ્તારમાં સવારે 8:30 થી બપોરના 3:30 કલાક સુધી વિજ પ્રવાહ બંધ રહેશે.

જેમાં વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપીંગ, બોયઝ હાઈસ્કુલ તથા સદભાવના હોસ્પીટલ આસપાસના વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.