Friday - Jul 03, 2026

હોલિકા દહન ક્યારે કરવું? જાણો મોરબીના પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે પાસેથી

હોલિકા દહન ક્યારે કરવું? જાણો મોરબીના પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે પાસેથી

લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હોય છે હોલિકા દહન ક્યારે કરવું ? શાસ્ત્રો અનુસાર જાણી મોરબીના વિદ્વાન પ્રખર શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે પાસેથી વિશેષ માહિતી

વિક્રમ સંવત ૨૦૮૨ ફાગણ સુદ-૧૪ તા.૦૨-૦૩-૨૦૨૬ સોમવારે હોલિકા દહન કરવામાં આવશે. આ દિવસે પ્રદોષકાળે પૂર્ણિમા છે. તા.૦૩-૦૩-૨૦૨૬ના મંગળવારે પૂર્ણિમા સાંજે ૧૭કલાક ૦૯ મિનિટે સમાપ્ત થાય છે. હોળિકા પૂનમ ભદ્રા રહિત હોય એવી પ્રદોષવ્યાપિની લેવી એવો શાસ્ત્રનો મત છે.

प्रदोषव्यापिनी ग्राह्या पूर्णिमा फाल्गुनी सदा । तस्या भद्रामुखं त्यक्त्वा पूज्या होला निशासुखेll 
પ્રદોષ વ્યાપીની ફાલ્ગુની પૂર્ણિમામાં ભદ્રા નો મુખનો ત્યાગ કરી
હંમેશા હોલિકા દહન કરવું જોઈએ. ધર્મસિંધુમાં જણાવ્યા પ્રમાણે જો બે દિવસ પૂનમ હોય અને બીજે દિવસે પ્રદોષકાળે સ્પર્શ ના હોય અને પૂર્વ દિવસે પ્રદોષ સમયે ભદ્રા હોવા છતાં જો બીજા દિવસે પૂનમ સાડા ત્રણ પહોર અથવા તે કરતાં વધારે હોય અને તેને બીજા દિવસે એકમ વધતી હોય તો બીજી પૂનમની દિવસે પ્રદોષવ્યાપિની એકમમાં હોળિકા દહન કરવી. આ વર્ષે ભારતના નકશામાં બતાવ્યા પ્રમાણે જે ભાગમાં સાડા ત્રણ પહોરથી વધારે પૂનમ બીજા દિવસે છે ત્યાં તા.૦૩-૦૩-૨૦૨૬ને મંગળવારે હોલિકા દહન થશે. જ્યારે જે ભાગમાં બીજા દિવસે પૂનમ સાડા ત્રણ પહોર કરતાં ઓછી છે ત્યાં તા.૦૨-૦૩-૨૦૨૬ને સોમવારે હોલિકા દહન થશે.

હોલિકા દહન ક્યારે કરવું? જાણો મોરબીના પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે પાસેથી

પશ્ચિમ ભારતમાં  સૌરાષ્ટ્ર માં હોલિકા દહન તા.૦૨-૦૩-૨૦૨૬ના રોજ કરવામાં આવશે. તા.૦૨-૦૩-૨૦૨૬ના દિવસે ભદ્રા સાંજે ૧૭-૫૭થી મોડી રાત્રે ૨૯.૨૯ સુધી છે. આથી ભદ્રાના મુખનો ત્યાગ કરી હોલિકા પ્રજવલિત કરવી.  જેમાં ભદ્રાનું મુખ ૨૬-૩૦ થી ૨૮-૩૦ સુધી છે
મોરબી જિલ્લામાં હોલિકા દહન સમય :- તા.2/3/2026  સાંજે 7 વાગ્યા થી 8.30 સુધી માં કરવું.
ભાગવત આચાર્ય
શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે.
(સંસ્કૃત વિશારદ જયોતિષ રત્નમ)
મહાવીર નગર મોરબી 2 ગજાનન
મો.8000911444