Saturday - Apr 25, 2026

કેનાલમાં ક્યારેક પાણી છોડાતું હોય અને ક્યારેક પાણી છોડાતું નથી

કેનાલમાં ક્યારેક પાણી છોડાતું  હોય અને  ક્યારેક પાણી છોડાતું નથી

 મોરબી જિલ્લાના પાંચ તાલુકાઓમાં માળીયા અને વાંકાનેર તાલુકો આજના ઇન્ટરનેટ યુગમાં પણ સુવિધાઓમાં  દાયકાઓ કરતા પાછળ છે. જેમાં વાંકાનેર તાલુકાના ગામો ઘણી ખરી સુવિધાઓનો આજેય પણ અભાવ હોવાથી લોકો ભારે હાલાકી પડે છે.વાંકાનેરના નવી કલાવડી ગામે કેનાલ હોવા છતાં વરસાદ આધારિત ખેતી છે. કારણ કે,કેનાલમાં ક્યારેક પાણી છોડાતું  હોય અને  ક્યારેક પાણી છોડાતું નથી. આથી ખેડૂતો મોટાભાગે વરસાદ આધારે વાવેતર કરે છે. વરસાદ સારો પડે તો ખેડૂતો વાવણી કરે અને વરસાદ ન પડે તો ખેડૂતોની આખી સીઝન કોરી જાય છે અને પાક ન લઈ શકતા ખેડૂતોનું વરસ માઠુ જાય છે.

વાંકાનેરના નવી કલાવડી ગામના સરપંચ બીલકીશબેન શેરસિયાએ જણાવ્યું હતું કે, આ ગામ રાજશાહી વખતનું અને ગામ રહેલી 1100ની વસ્તી ખેતી ઉપર નભતી હોય પણ સિંચાઈનો અભાવ હોય જ્યારે ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ન  હોવાથી ગામલોકો બીમાર પડે તો 4-5 કિમિ દૂર આવેલા નવી કલાવડી અને પીપળીયારાજ ગામે જવું પડતું હોય ક્યારેક ન કરે નારાયણ અને ઇમરજન્સી દર્દીનો કેસ આવે તો ગામ ધંધે લાગી જાય એમ છે.એટલે આરોગ્ય કેન્દ્ર વહેલીતકે ખોલવાની માંગ કરી છે. ગામમાં પ્રાથમિક શાળા 1થી 8,  ગામના રસ્તા 50 ટકા અને ભૂગર્ભ ગટર 75 ટકા તૈયાર થઈ હોય અને કચરા એકત્ર માટે વાહન સુવિધા ન હોવાથી ગ્રામ પંચાયત દ્વારા જ જાતે કચરાનો નિકાલ કરાતો હોય અને સૌથી મોટું પાણીનું સુખ હોય તેમજ આ ગામને જોડતા અગાભી-પીપળીયા,  પ્રતાપ ગઢ, કોટડા-નાયાણી, પીપળીયારાજ એમ આ ચાર ગામના રોડ રસ્તા કાચા હોય એને પાકાં કરવાની માંગ છે. આ ગામમાં ડો. આંબેડકર ભવન, સાથે સ્મશાનમાં પ્રાર્થના હોલ માટે અને કબ્રસ્તાનમાં ઈબાદત માટે  રૂમ બનાવવાની રજુઆત કરી છે. અને સાથે તળાવ ઊંડું ઉતરવાની માંગ પણ છે