Friday - Mar 21, 2025

કેનાલની સુવિધા ન હોવા છતાં સિંચાઇ માટે જરૂરત મુજબ મચ્છુ-કેનાલમાંથી મળતું પાણી

કેનાલની સુવિધા ન હોવા છતાં સિંચાઇ માટે જરૂરત મુજબ મચ્છુ-કેનાલમાંથી મળતું પાણી

વાંકાનેરનું વધુ એક ગામ આરોગ્ય સુવિધા વિહોણુ હોવાનું સામે આવ્યું છે. જેમાં વાંકાનેર તાલુકાના જેપુર ગામેં આરોગ્ય સુવિધાની કમી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ગામલોકોને બીમારીઓમાં સાજા થવા માટે 2 કિમિ દૂર રૂપાવટી ગામે જવું પડે છે. જો કે આઝાદીના આટલા વર્ષો પછી ગામમાં આરોગ્યની સુવિધા અને એ પણ પ્રાથમિક આરોગ્યની સુવિધાનો અભાવ હોવો એ બાબત તંત્ર માટે શરમજનક છે. એથી હવે આ ગામને આરોગ્ય સુવિધાથી દુર રાખવુ કોઈ કાળે પરવડે એમ નથી.

કેનાલની સુવિધા ન હોવા છતાં સિંચાઇ માટે જરૂરત મુજબ મચ્છુ-કેનાલમાંથી મળતું પાણી

વાંકાનેર તાલુકાના જેપુર ગામના સરપંચ રૂપાબેન ચાવડાએ કહ્યું હતું કે, તેમનું ગામ રાજાશાહી વખતનું અને વસ્તી આશરે 2 હજારની હોય આ વસ્તીનો મુખ્ય વ્યવસાય ખેતી અને મજૂરી હોય ખેતી માટે સીધી કેનાલની સુવિધા ન હોવા છતાં મચ્છુ-1 કેનાલમાંથી ખેતી માટે જેટલું જરૂરત હોય એટલું પાણી મળી જતું હોય ખેતી હરિભરી રહે છે. પ્રાથમિક શાળા 1થી8 ધોરણ,ગામના રોડ રસ્તા માત્ર 50 ટકા જ સારા પણ 70 ટકા ભૂગર્ભ ગટર કંપ્લેટ અને કચરા નિકાલ માટે રિક્ષાની યોગ્ય વ્યવસ્થા છે.જેપુર ગામના અન્ય ગામોને જોડતા માર્ગો કાચા છે.અગાઉ રોડના કામો મજૂર થયા હોય પણ ચૂંટણી આચારસહિતાના અભાવે કામ શરૂ ન થયું હોય હવે કામ કરવાની જરૂર છે.

પીવાના પાણીની થોડી અગવડતા

વાંકાનેરના જેપુર ગામ હાલ પાણીની સમસ્યા સામે ઝુઝમી રહ્યું છે. પીવાનું પાણી હાલ નર્મદાની લાઈનમાંથી આવતું નથી. થોડા સમય પહેલા મચ્છુ ડેમના દરવાજાના રિપેરીગ માટે પાણી છોડતા આ મચ્છું ડેમનું સ્તર ઓછું થઈ ગયું હોવાથી તેમાંથી પણ પાણી મળતું નથી.આથી ગ્રામજનો પાણીની એક એક બુંદ માટે તરસી રહ્યા છે. તેથી તંત્ર તેમની પ્યાસ બુઝાવવા માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ગ્રામજનોએ ઉઠાવી છે.