Tuesday - May 05, 2026

વાંકાનેરની મિલ સોસાયટીમાં દારૂ- બિયર સાથે એક ઝબ્બે

વાંકાનેરની મિલ સોસાયટીમાં દારૂ- બિયર સાથે એક ઝબ્બે

વાંકાનેર શહેરમાં મિલ સોસાયટીમાં સીટી પોલીસ ટીમે બાતમીને આધારે આરોપી ઇરફાન ઇકબાલભાઈ ખોખરના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની નાની - મોટી 10 બોટલ તેમજ બિયરના 15 ટીન કિંમત રૂપિયા 7060 કબ્જે કર્યા હતા. દરોડા દરમિયાન આરોપીએ વિદેશી દારૂના આ ધંધામાં આરોપી મોહીન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઈ હાલા રહે.મિલ પ્લોટ વાળાની સંડોવણી કબુલતા પોલીસે મોહીનને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.