Monday - Feb 17, 2025

વાંકાનેરનું ખેરવા ગામ દર ચોમાસે બેઠો પુલ બે કાંઠે વહેતા સંપર્ક વિહોણુ બને છે

વાંકાનેરનું ખેરવા ગામ દર ચોમાસે બેઠો પુલ બે કાંઠે વહેતા સંપર્ક વિહોણુ બને છે

વાંકાનેરના ખેરવા ગામે નદી ઉપરનો બેઠો પુલ દર ચોમાસે જોખમી બની જાય છે. જેમાં આ ગામના બસ સ્ટેન્ડથી આગળ આવેલી નદી પરનો બેઠો પુલ ઘણીવાર ચોમાસામાં ભારે વરસાદથી નદીમાં પુર આવતું હોય ધોવાઈ જાય છે અને બેઠા પુલમાં ભયજનક સપાટીથી ઉપર પાણી વહેવા લાગતા અવરજવર બંધ થઈ જાય છે અને બેઠા પુલ પાણીથી ડુબવા લાગતા આ પુલની ભયજનક સ્થિતિ સર્જાતા ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે. આથી ચોમાસા દરમિયાન લોકો કોઈને કોઈ અગત્યના કામો માટે બેઠા પુલ ઉપર પસાર થઈ શકે તે માટે પુલ ઉંચો કરવાની માંગ ઉઠી છે.

વાંકાનેર તાલુકાના ખેરવા ગામના સરપંચ કંચનબેન ધીરજલાલ પાટડીયાએ જણાવ્યું હતું કે, તેમનું ગામ રાજાશાહી વખતનું જુનું ગામ હોય આ ગામની 3000થી વધુની વસ્તી હોવાની સાથે આ વસ્તી ખેતી પર નિર્ભર હોય છતાં સિંચાઇની સુવિધા ન હોવાથી ગામની ખેતી વરસાદ આધારિત છે. વરસાદ થાય ત્યારે એક પાક લઈ શકાય છે. ગામલોકોના આરોગ્ય માટે આરોગ્ય કેન્દ્રની સારી સવલત છે. આ ગામમાં પ્રાથમિક એટલે 1થી8 ધોરણની સ્કૂલ, આંગણવાડી તેમજ પીવાના પાણીની હાલ કોઈ જાતની તકલીફ નથી. પીવાના પાણી માટે નર્મદાનું પાણી આવે છે. રામપરાના સંપમાંથી પાણી આવતું હોય આ પાણી બધાને પૂરું પડતું હોવાથી પાણીનું કોઈ દુઃખ નથી. ગામની અંદરના રોડ રસ્તા 70% કમ્પલેટ, ભુગર્ભ ગટરની વ્યવસ્થા કમ્પલેટ છે કચરાના નિકાલ માટે કોઇ વાહન આપ્યું ન હોવાથી ગ્રામ પંચાયતને જાતે જ કચરાનો નિકાલ કરવો પડે છે. આ ગામથી બીજા ગામે જવાના અંતરીયાળ રસ્તા કાચા છે થોરાળા, સણોસરા, વણઝારા ગામને જોડતા આ ખેતરાઉ ગાડા મારાગ ને પાકા કરવાની માંગ છે.