Sunday - Jul 05, 2026

મોરબીમાં નવયુગ તથા નિર્મલ વિદ્યાલય ખાતે પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ યોજાશે.

મોરબીમાં નવયુગ તથા નિર્મલ વિદ્યાલય ખાતે પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમ તારીખ 10/07/2024 નવયુગ વિદ્યાલય ખાતે તથા 11/07/2024 નિર્મલ વિદ્યાલય ખાતે યોજાશે.

સ્કૂલના વિદ્યાર્થીઓને પર્યાવરણ જાગૃતિ વનસ્પતિ પરિચય તથા પર્યાવરણ અંગેની સચોટ માહિતી આપશે મોરબીના લેખક પ્રકૃતિ પ્રેમી એમ જ વનસ્પતિ નિષ્ણાત પ્રાણજીવનભાઈ કાલરીયા.
 

મોરબીમાં નવયુગ તથા નિર્મલ વિદ્યાલય ખાતે પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ યોજાશે.

મોરબી જિલ્લાએ ઉદ્યોગિક ક્ષેત્રે ખૂબ નામના કેળવી છે ત્યારે મોરબી જિલ્લામાં પ્રદૂષણની સાથે સાથે ખાદ્ય સામગ્રીમાં પણ કેમિકલ અને ભેળસેળનો ઉપયોગ દરેક શહેરમાં વધતો જાય છે ત્યારે મોરબીમાં વસ્તા સ્કૂલના વિદ્યાર્થીઓને પર્યાવરણ જાગૃતિ વનસ્પતિ પરિચય અને પર્યાવરણ અંગેની એક સચોટ અને સાચી માહિતી મળે તે હેતુથી આગામી મોરબી જિલ્લાની બે સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ યોજાવાનો છે જેમાં આગામી તારીખ 10/07/2024 ને મંગળવારે નવયુગ વિદ્યાલય ખાતે તથા તારીખ 11/07/2024 ને બુધવારે નિર્મલ વિદ્યાલય ખાતે પર્યાવરણ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં મોરબીના જાણીતા પ્રકૃતિ પ્રેમી અને વનસ્પતિ નિષ્ણાત એવા પ્રાણજીવનભાઈ કાલરીયા પોતાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપશે મોરબી જિલ્લાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને દેશી શાકભાજીના બીજ નું ફ્રી વિતરણ કરવાની ઝુંબેશ શરૂ કરેલ છે આ માટે હાલ આગામી અઠવાડિયામાં અલગ અલગ ચાર દાતાઓ તરફથી સ્કૂલમાં આયોજન કરેલ છે, જેમાં નવયુગ વિદ્યાલય ને નિર્મળ વિદ્યાલય તે ઉપરાંત સાર્થક વિદ્યાલય ખાતે પણ આયોજન કરેલ છે. 
       આ યોજનાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રકૃતિની નજીક લાવવાનો છે વિદ્યાર્થીઓ શાકભાજી વાવતા અને ઉછેર કરતા શીખશે એ ઉપરાંત એ કુટુંબને ઝેર મુક્ત ઘરના ઓર્ગેનિક તથા પરંપરાગત શાકભાજી ખાવાનો લાહવો પણ મળશે.

     આ યોજનાનો ઉદ્દેશ્ય માત્રને માત્ર દરેક વિદ્યાર્થીઓને પ્રકૃતિની નજીક લાવવાનો છે જેમાં દરેક વિદ્યાર્થીઓને પાંચ જાતની શાકભાજીના બીજ અલગ અલગ પેકેટમાં આપવામાં આવશે.
(૧) કાંટાવાળા રીંગણાં 
(૨) ધારવાળા દેશી ટમેટા 
(૩) કારેલા 
(૪) મરચાં 
(૫) કંકોળા 
આ પાંચ જાતના અલગ અલગ શાકભાજીના બીજના પેકેટનું સ્કૂલના 150 જેટલા વિદ્યાર્થીઓમાં ફ્રી વિતરણ કરાશે..
    શહેરમાં વસતા વિદ્યાર્થીઓ ઘરની અગાસી કે બાલ્કનીમાં કુંડાઓમાં આ શાકભાજી વાવી શકશે..
આ યોજના માટે એક સ્કૂલમાં 150 વિદ્યાર્થીઓને શાકભાજી કીટ આપવાનો ખર્ચ અંદાજિત 5000 રૂપિયા છે. જે માટે અમુક દાતાઓ આગળ આવેલ છે.

  આમાં કોઈ દાતા ઈચ્છે તો મોરબી જિલ્લાની પોતાના એરીયાની કોઈપણ સ્કૂલ માટે ફંડ આપી કાર્યક્રમ યોજી શકે છે. જેમાં આયોજક દાતા નું બેનર લગાવવામાં આવશે તથા પ્રાણજીવનભાઈ કાલરીયા દ્વારા વિદ્યાર્થીઓને તમામ માર્ગદર્શન આપવામાં આવશે અને આયોજક ના હસ્તે ફ્રી કીટનું વિતરણ કરાવાશે.
   આ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છુક પ્રકૃતિ પ્રેમીઓ તથા દાતાઓએ આપેલ મોબાઈલ નંબર પર 9426 23 24 00 સંપર્ક કરી શકે છે. 
હાલ વરસાદની મોસમ હોવાથી આ સમય બીજ રોપણ માટે ઉત્તમ સમય છે તો જે કોઈ વ્યક્તિ પોતાનું યોગદાન આપવા માગતા હોય તે ઝડપથી પોતાનું નામ નોંધાવે જેથી વધુમાં વધુ સ્કૂલમાં આ રીતનું આયોજન થઈ શકે. 
નોંધ:- આ કાર્યક્રમ હાલ ફક્ત મોરબી જિલ્લાની સ્કૂલો માટે જ છે જેની નોંધ લેશો.આ કાર્યક્રમ તારીખ 10/07/2024 નવયુગ વિદ્યાલય ખાતે તથા 11/07/2024 નિર્મલ વિદ્યાલય ખાતે યોજાશે.

સ્કૂલના વિદ્યાર્થીઓને પર્યાવરણ જાગૃતિ વનસ્પતિ પરિચય તથા પર્યાવરણ અંગેની સચોટ માહિતી આપશે મોરબીના લેખક પ્રકૃતિ પ્રેમી એમ જ વનસ્પતિ નિષ્ણાત પ્રાણજીવનભાઈ કાલરીયા.
 

મોરબીમાં નવયુગ તથા નિર્મલ વિદ્યાલય ખાતે પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ યોજાશે.