Sunday - Jul 05, 2026

વાંકાનેર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ગુપ્ત મતદાનથી કરાવો : ચૂંટાયેલા સદસ્યોની માંગ

વાંકાનેર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ગુપ્ત મતદાનથી કરાવો : ચૂંટાયેલા સદસ્યોની માંગ

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાયેલા જાગૃતિબેન ચૌહાણ, એકતાબેન ઝાલા, કુલસુમ તરીયા, અશરફ ચૌહાણ અને મહંમદભાઈ રાઠોડ દ્વારા ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, 5 માર્ચના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ગુજરાત મ્યુનિસિપાલ્ટીઝ એક્ટ 1963 અને તેના સુધારાઓ પ્રમાણે ગુપ્ત મતદાન પ્રક્રિયાથી કરાવવામાં આવે. જાહેરમાં મતદાન કરતા અમોને ડર લાગે છે કે મતદાર તરીકેનો અમારો નિર્ણય જાહેર થતા અમને અને અમારા પરિવારને શારીરિક કે અન્ય નુકસાન પહોંચી શકે છે. માટે આ ચૂંટણી ગુપ્ત મતદાન પક્રિયાથી કરાવવામાં આવે. ચૂંટણી સમયે ચૂંટણીપંચ દ્વારા અધિકૃત અધિકારીઓ, કર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો સિવાય કોઈપણ વ્યક્તિ આ ચૂંટણી પરિસરમાં પ્રવેશ ન કરે તેવી પણ માગ કરાઈ છે. સાથે જ સમગ્ર ચૂંટણી પક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવાની પણ માગણી કરાઈ છે.