Tuesday - May 05, 2026

વાંકાનેર પોલીસે રીઢા ગુનેગારોને કાયદાના પાઠ ભણાવ્યા

વાંકાનેર પોલીસે રીઢા ગુનેગારોને કાયદાના પાઠ ભણાવ્યા

વાંકાનેર સિટી પોલીસ મથક ખાતે વાંકાનેર સિટી તથા તાલુકા પોલીસ સ્ટેશન ટીમે સંયુક્ત રીતે વિસ્તારના અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે જોડાયેલ લોકો જેવા કે પ્રોહી. બૂટલેગર ,એમ.સી.આર.વાળા ઇસમો, એચ.એસ. તથા શરીર સબંધી, મિલકત સબંધી ગુનાઓ કરવાની ટેવ વાળા લોકોને બોલાવી તેની પૂછપરછ કરી હતી. આવી પ્રવૃતિઓનું પુનરાવર્તન ન કરે તે સંબંધે જરૂરી તાકીદ કરવામાં આવી હતી.