Saturday - Jul 04, 2026

મોરબી બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો આરંભ

મોરબી બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો આરંભ

મોરબી બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 4 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ખેલ જામી રહ્યો છે. સવારથી જ વકીલો મતદાન કરવા પહોંચી રહ્યા છે. મોરબી બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ 552 મતદારો મતદાન કરશે.

મોરબી બાર એસોસિએશનની ચૂંટણીમા પ્રમુખ પદ માટે 4 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. ઉપપ્રમુખ માટે પણ 4 ઉમેદવારો છે અને જોઈન્ટ સેક્રેટરી માટે 3 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે સેક્રેટરી માટે 2 ઉમેદવાર અને કારોબારી સભ્ય માટે 5 ઉમેદવારો મેદાને છે. મતદાન માટે આજે સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી પ્રક્રિયા ચાલુ રહેશે અને ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવશે.