Saturday - May 16, 2026

વિરપર નજીક વોલ્વો કારને અકસ્માત નડ્યો

વિરપર નજીક વોલ્વો કારને અકસ્માત નડ્યો

ટંકારા : રાજકોટ-મોરબી હાઇવે ઉપર વિરપર પાસે એક વોલ્વો કારને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કારમાં મોટા પ્રમાણમાં નુકસાની સર્જાઈ છે. વહેલી સવારે લોકોનું આ અકસ્માતગ્રસ્ત કાર ઉપર ધ્યાન પડતા અકસ્માતની જાણ થઈ હતી. જો કે અકસ્માત કેમ થયો અને કોઈને ઇજા થઇ છે કે નહીં તે અંગે હજુ કોઈ વિગતો મળી નથી.