Tuesday - Apr 28, 2026

બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લામાં સેવાકીય કાર્યો કરતા આર.એસ.એસ.ના સ્વયંસેવકો

બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લામાં સેવાકીય કાર્યો કરતા આર.એસ.એસ.ના સ્વયંસેવકો

બિપરજોય વાવાઝોડા સંદર્ભે આર.એસ.એસ.ની ટીમ દ્વારા મોરબી જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત એવા ૩૨ ગામોમાં સ્વયંસેવકોની ટીમ તૈનાત રાખવામાં આવી છે. આર.એસ.એસ. દ્વારા સર્વે કરી એવા વ્યક્તિઓ કે માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયાકાંઠાના ગામના લોકો તેમજ અગરિયાઓ કે જેમને આશ્રયસ્થાનો પર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તેવા લોકો માટે પણ ભોજનની વ્યવસ્થા આર.એસ.એસ. દ્વારા કરવામાં આવી રહી છે. જે અન્વયે અત્યાર સુધી ૯૦૦ થી વધુ લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા છે. આર.એસ.એસ.ની ટીમમાં ચાર સ્વયંસેવક ડોક્ટર્સ પણ છે. જે ગામોમાં તેમજ આશ્રયસ્થાનો પર મુલાકાત કરી જરૂરિયાતમંદ લોકોની સારવાર પણ કરી રહ્યા છે. 

બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લામાં સેવાકીય કાર્યો કરતા આર.એસ.એસ.ના સ્વયંસેવકો

આર.એસ.એસ. દ્વારા લોકોના સ્થળાંતર, બચાવ તેમજ રસ્તાઓ ક્લીન કરવા માટે વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઘાયલ માનવ, પશુની  આવશ્યકતા અનુસાર ભોજન, ફૂડપેકેટ અને પશુચારાની ઉપલબ્ધિનો સુનિશ્ચિત કરવામાં આવી છે. વાહનો સરળતાથી અવર-જવર થઈ શકે તે માટે  મુખ્ય રસ્તા ખુલ્લા રહે તે હેતુથી અને ગામડાઓમાં બંધ થયેલ વીજ પ્રવાહને ચાલુ કરવા તંત્ર સાથે જોડાઈને કામગીરી કરી શકાય તે માટે ટીમો દ્વારા તૈયારી કરવામાં આવી છે.
 
બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી જિલ્લામાં સેવાકીય કાર્યો કરતા આર.એસ.એસ.ના સ્વયંસેવકો

આર.એસ.એસ.ના વિભાગ કાર્યવાહશ્રી વિપુલભાઈ અઘારા, મોરબી જિલ્લા કાર્યવાહશ્રી મહેશભાઈ બોપલિયા અને સહ કાર્યવાહશ્રી જસ્મીનભાઈ અને જિલ્લા સેવા પ્રમુખશ્રી રણછોડભાઈ કુંડારિયાના માર્ગદર્શન હેઠળ સ્વયં સેવકો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.