Tuesday - Aug 25, 2026

માળીયા (મી) ના વવાણિયા ગામે મૂર્તિઓ ખંડિત કરનાર આરોપી ન પકડાતા ઉગ્ર આક્રોશ

માળીયા (મી) ના વવાણિયા ગામે મૂર્તિઓ ખંડિત કરનાર આરોપી ન પકડાતા ઉગ્ર આક્રોશ

વિવિધ ધાર્મિક સંસ્થાઓએ કલેક્ટર-એસપીને આવેદન આપી દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરી હિન્દુ સમાજની લાગણી દુભાવનાર આરોપીને પકડી કડક સજા અપવવા માંગ કરી

મોરબી : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગૃરું શ્રીમદ રાજચંદ્રની તપોભૂમિ અને જ્ઞાનનગરી તરીકે વિખ્યાત માળીયા (મી)ના વવાણિયા ગામે સ્મશાન ગૃહમાં દેવી દેવતાઓની મૂર્તિઓમાં કોઈ અજાણ્યા શખ્સે બદઈરાદાપૂર્વક તોડફોડ કરીને મૂર્તિઓને ખંડિત કરી હિન્દૂ સમાજની લાગણી દુભાવી હોવાની ઘટના સામે આવ્યા આ બનાવની વિવિધતા એફઆરઆર નોંધાવવા છતાં પણ આરોપી પોલીસ પકડથી દૂર રહેતા તમામ હિન્દૂ સમાજમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા વિવિધ ધાર્મિક સંસ્થાઓ તેમજ અગ્રણીઓ અને સમસ્ત ગ્રામજનોએ જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદન આપી દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરી હિન્દુ સમાજની લાગણી દુભાવનાર આરોપીને પકડી કડક સજા અપવવા માંગ કરી છે.

વવાણિયા ગામે આવેલ આદિ તપસ્થલી  નિબકરોરીબાબા હનુમાનજી મંદિર વવાણીયા વ્યવસ્થાપક મંડળ, રામજી મંદિર રામબાઈ માંની જગ્યા, શ્રીમદ રાજચંદ્ર જન્મ ભુવન ટ્રસ્ટ, સમસ્ત વવાણીયા ગામના ગ્રામજનોએ આજે કલેકટર અને એસપીને મળીને આવેદન આપીને જણાવ્યું હતું કે, ગત તા. 18/ 6 થી 15/ 8 સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા
માળીયાના વવાણીયા ગામે સ્મશાન ગૃહની અંદર મૂકવામાં આવેલ જુદા જુદા દેવી-દેવતાઓની મુતિઓમાં અજાણ્ય શખ્સ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ અંગેની તા 17/8 ના રોજ ગામના આગેવાન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી ત્યાર બાદ ગઇકાલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરીને આરોપીને પકડવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે. દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ શખ્સને કડકમાં કડક સજા મળે તે માટે કલેકટર એસપીને આવેદન આપી આરોપી સામે આકરા પગલાં લેવાની માંગ કરી છે.

માળીયા (મી) ના વવાણિયા ગામે મૂર્તિઓ ખંડિત કરનાર આરોપી ન પકડાતા ઉગ્ર આક્રોશ