Sunday - May 03, 2026

મોરબી જિલ્લામાં ૨ ઓક્ટોબરે RSS સ્થાપનાના ૧૦૦ વર્ષ: ૧૪ સ્થળોએ વિજયાદશમી ઉત્સવ.

મોરબી જિલ્લામાં ૨ ઓક્ટોબરે RSS સ્થાપનાના ૧૦૦ વર્ષ: ૧૪ સ્થળોએ વિજયાદશમી ઉત્સવ.

મોરબી: વર્ષ 2025 -26 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી કરશે. આ અવસરને સમાજ પરિવર્તનનું માધ્યમ બનાવવા સંઘ દ્વારા આ વર્ષે વિજયાદશમી ઉત્સવ વિશેષ ભવ્યતા સાથે ઉજવવામાં આવશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ડૉ. કેશવ બલીરામ હેડગેવારે વર્ષ 1925માં વિજયાદશમીના દિવસે કરી હતી. આવતી તારીખ 2 ઓક્ટોબર 2025 ને ગુરુવારના રોજ સંઘ સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થશે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં કુલ 14 સ્થળોએ વિજયા દશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ અંતર્ગત શસ્ત્રપૂજન, પથસંચલન તથા જાહેર કાર્યક્રમ યોજાશે. સાથે જ સંઘના શતાબ્દી વર્ષના સંકલ્પોને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે.
 
મોરબી જિલ્લામાં ૨ ઓક્ટોબરે RSS સ્થાપનાના ૧૦૦ વર્ષ: ૧૪ સ્થળોએ વિજયાદશમી ઉત્સવ.
મોરબી જિલ્લામાં ૨ ઓક્ટોબરે RSS સ્થાપનાના ૧૦૦ વર્ષ: ૧૪ સ્થળોએ વિજયાદશમી ઉત્સવ.

મોરબી જિલ્લામાં થનારા ઉત્સવોની માહિતી આ પ્રમાણે છે:

માળિયા તાલુકાનો ઉત્સવ : ૦૨/૧૦/૨૫ ગુરુવાર
સ્થાન - જુના આમરણ , મોરબી તાલુકો
સાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ

મોરબી તાલુકાનો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવાર
સ્થાન - ઘુંટુ (બહુચરાજી માતાજીનું મંદિર), મોરબી.
સાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ

વાંકાનેર તાલુકાનો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવાર
સ્થાન - નવા  ઢુવા, વાંકાનેર
સાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ

ટંકારા તાલુકાનો ઉત્સવ ૦૨/૧૦/૨૫ ગુરુવાર
સ્થાન - લક્ષ્મીનારાયણ ગરબી ચોક, ટંકારા
સાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ

પડધરી તાલુકાનો ઉત્સવ ૦૨/૧૦/૨૫ ગુરૂવાર
સ્થાન: મોવૈયા, પડધરી
સાંજે ૪:૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ

વાંકાનેર નગર , નીલકંઠ ઉપનગર નો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવાર
સ્થાન - વિદ્યાભારતી, વાંકાનેર 
સાંજે ૬ઃ ૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ

જોગજતી ઉપનગરનો ઉત્સવ  ૦૫/૧૦/૨૫ રવિવાર
સ્થાન - આરાધના ધામ, વાંકાનેર
સાંજે ૫ઃ ૦૦ વાગ્યા સંચલન અને જાહેર કાર્યક્રમ

રવાપર ઉપનગરનો ઉત્સવ ૦૫/૧૦/૨૫ રવિવાર
સ્થાન - પ્રમુખ રેસિડેન્સી, મોરબી
સમય - રાત્રે ૯:૦૦ વાગ્યે જાહેર કાર્યક્રમ

નરસંગ ઉપનગરનો ઉત્સવ ૦૪/૧૦/૨૫ શનિવાર
સ્થાન - નવયુગ પ્રી-પ્રાઇમરી સ્કુલ, મોરબી 
સમય - રાત્રે ૯:૦૦ વાગ્યે જાહેર કાર્યક્રમ

ચિત્રકૂટ ઉપનગરનો ઉત્સવ ૦૨/૧૦/૨૫ ગુરૂવાર,
સ્થાન - મોટેશ્વર મહાદેવ , ભક્તિનગર સર્કલ,મોરબી 
સમય - સાંજે  ,5:3૦ વાગ્યે સંચલન ,જાહેર કાર્યક્રમ

ડૉ બાબાસાહેબ આંબેડકર ઉપનગરનો ઉત્સવ
૦૨/૧૦/૨૫ રવિવાર
સ્થાન - ગોકુલ ફામઁ,  વાવડી રોડ,મોરબી 
સમય - સાત્રજે  , ૫:૦૦ વાગ્યે સંચલન ,જાહેર કાર્યક્રમ

દરબારગઢ  ઉપનગરનો ઉત્સવ ૦૨/૧૦/૨૫ ગુરૂવાર
સ્થાન - ડાયમંડ બેકરી સામે નુ મેદાન,મોરબી
સમય - સાંજે  ૪ઃ૩૦  વાગ્યે જાહેર કાર્યક્રમ

લાલબાગ ઉપનગરનો ઉત્સવ ૦૪/૧૦/૨૫ શનિવાર
સ્થાન - શિવપાકઁ, ભાગ્યલક્ષ્મી, મોરબી
સમય - રાત્રે ૯ઃ૦૦    વાગ્યે જાહેર કાર્યક્રમ

વિજયાદશમી ઉત્સવ સત્ય અને ધર્મના વિજયનું પ્રતિક છે. મોરબી જિલ્લાના સંઘના સ્વયંસેવકો તથા સમાજના તમામ ભાઈઓ-બહેનોને આ પાવન અવસરની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.