ટ્રાફિક પોલીસની ખાસ ત્રણ દિવસની ડ્રાઈવમાં ટ્રાફિકના નિયમોને ભંગ કરતા 140 સ્કૂલ વાહનોને દંડ અને 21 સ્કૂલ વાહનો ડિટેઇન
મોરબી : મોરબીમાં ટ્રાફિક પોલીસે ખાસ કરીને સ્કૂલે વાહનો લઈને જતા સંગીર બાળકોની જોખમી વાહન સવારી અટકવવા માટે સ્પે ડ્રાઈવ કરી હતી. જેમાં વિવિધ ટ્રાફિક પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસે વાહનોનું ચેકિંગ કરતા અનેક સગીર વયના બાળકો ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી જોખમી વાહન સવારી કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું.આથી પોતાના બાળકોને સ્કૂલે જવા માટે સ્કૂટર આપવ વાલીઓને ભારે પડયા હતા અને પોલીસે 18 વર્ષથી નીચેના બાળકોને વાહનો આપનાર 49 જેટલા વાલીઓને દંડ ફટકાર્યો હતો. તેમજ આ વાલીઓને હવે પછી સ્કૂલે જવા માટે વાહનો નહિ આપવા તેમ છતાં પણ વાહનો આપશે તો કડક કાર્યવાહી કરાશે તેવી ચેતવણી આપી છે.
મોરબીમાં 18 વર્ષધી નીચેના એટલે સગીર વયના અનેક બાળકો ટ્રાફિકના નિયમો મુજબ મનાઈ હોવા છતાં સ્કૂલે જવા માટે વાહનો લઈને જોખમી વાહન સવારી કરતા હોવાનું અનેકવખત સામે આવ્યુ હોવાથી ટ્રાફિક પોલીસે અનેક સ્કૂલોમાં રૂબરૂ જઈને સગીર વયના બાળકો સ્કૂલે વાહનો લઈને ન આવે તે માટે સ્કૂલ સંચાલકોને કડક ભાષામાં સમજાવ્યા હતા. આમ છતાં કોઈ ફરક ન પડત અને બાળકોની જોખમી વાહન સવારી યથાવત રહેતા મોરબી પોલીસે અંડર એઇજ ડ્રાઇવીંગ કરતા સગીર બાળકો તેમજ સ્કૂલ વાનો સામે ટ્રાફિકના નિયમોના ભગ બદલ કાર્યવાહી કરવા ખાસ ત્રણ દિવસની ટ્રાફિક ઝુંબેશ ચલાવી હતી. જેમાં વિધાર્થીઓને સ્કૂલે લઈને જતા સ્કૂલ વાનોમાં ઠાંસી ઠાંસીને વિદ્યાર્થીઓને ભરવામાં આવતા હોય જેને કારણે જીવલેણ અકસ્માત થવાની ભીતિ હોવાથી આ ગંભીર બાબતે સ્કૂલ વાહન ચાલકો અને સ્કૂલે જવા બાળકોને વહનો આપતા વલીઓને કાયદાનું ભાન કરાવવા ત્રણ દિવસની ખાસ ડ્રાઈવમાં પોલીસે વિવિધ પોઇન્ટ ઉપર કુલ 779 વાહનો ચેક કરતા 140 સ્કૂલ વાનો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા જોવા મળતા આ તમામને રૂ. 69500નો દંડ તેમજ 21 સ્કૂલ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. અંડર એઇજ એટલે 18 વર્ષથી નીચેના જોખની વાહન સવારી કરતા સગીર બાળકોને 49 જેટલા વાલીઓને દંડ ફટકાર્યો હતો. આ ઝુંબેશમાં પોલીસે સ્કૂલ વાહન ચાલકો અને સ્કૂલે જવા વાહનો લઈને નીકળતા બાળકો તેમજ તેમના વાલીઓને ટ્રાફિકના નિયમોનો ભંગ ન કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
બાળકોના વાલીઓ અને સ્કૂલ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો પાલન કરવા માર્ગદર્શન આપ્યું
ટ્રાફિક પીઆઇ હંસાબેન ઘેલાએ જણાવ્યું હતું કે, શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને હલ કરવા સોમ, બુધ અને શનિવારે સ્પે ડ્રાઈવ રાખવામાં આવે છે. આ દિવસો દરમિયાન વધુ ભીડ રહેતી હોવાથી ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ માટે આ સ્પે ઝુંબેશ ચલાવીએ છીએ. જો કે, સામાન્ય દિવસોમાં પણ આ ડ્રાઈવ ચાલુ ન રહેશે અને બાળકો સ્કૂલે વાહન લઈને ન જાય તે માટે વાલીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરી હવે પછી તેમના બાળકોને સ્કૂલે જવા વાહનો ન આપવાનું સમજાવીએ છીએ. સ્કૂલ વાહન ચાલકોને પણ વાહનમાં વધુ વિદ્યાર્થીઓ ન બેસાડે, લાયસન્સ સહિતના કાગળ સાથે રાખે અને આડેધડ વાહન પાર્ક ન કરે તે બાબતે માર્ગદર્શન આપ્યું છે.
હજુ તો પાશેરા પૂણી સમાન કાર્યવાહી
મોરબીના અનેક બાળકો સ્કૂલે વાહનો લઈને જાય છે. એટલે પોલીસે હાલ આ કાર્યવાહી પાશેરામાં પૂણી સમાન છે. આથી સગીર વયના બાળકોની જોખમી વાહન સવારી અટકાવવી મુશ્કેલ છે. કારણ કે પોલીસની ત્રણ દિવસની જ ડ્રાઈવ હતી. પછી બધું જ ભુલાય જય છે અને બધું જ રાબેતા મુજબ જ ચાલે છે. આથી બાળકોને વાહનો લઈને આપતા વાલીઓમાં જ્યાં સુધી જાગૃતિ નહિ આવે કે પોલીસની આ કાર્યવાહી કાયમી નહિ બને ત્યાં સુધી બાળકોની જોખમી વાહન સવારી નહિ અટકે.