મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આજે તા. 31મી મે ને શનિવારના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2025ની ઉજવણી કરવામા આવી હતી.
જેમાં આ વર્ષની થીમ “Unmasking the Appeal : Exposing Industry Tactics on Tobacco and Nicotine Products” ( અપીલનો પર્દાફાશ : તમાકુ અને નિકોટીન ઉત્પાદનો પર ઉધ્યોગને યુક્તિઓનો પર્દાફાશ) અંતર્ગત વિવિધ પ્રવ્રુતિ હાથ ધરવામા આવેલ હતી. આ ઉજવણી દરમ્યાન તમાકુનું સેવન ન કરવા માટે શપથ લેવામા આવ્યા હતા. તેમજ તમાકુના ઉપયોગથી શરીરને થતા નુક્શાન તેમજ કેંસર જેવી બિમારી અંગે પત્રિકા વિતરણ કરી માર્ગદર્શન આપવામા આવ્યું હતું. આ ઉપરાંત પોસ્ટરોનું પ્રદર્શન અને ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરી જનજાગ્રુતિ કરવામા આવી હતી.