Thursday - Apr 16, 2026

મોરબીમાં ક્ષત્રિય ઝાલા પરિવાર દ્વારા શરદપૂનમે વિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબીમાં ક્ષત્રિય ઝાલા પરિવાર દ્વારા શરદપૂનમે વિવિધ કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબી તથા ટંકારામાં વસતા સમસ્ત ક્ષત્રિય ઝાલા પરિવારના લોકો દ્વારા છેલ્લા 35 વર્ષની પરંપરા મુજબ આજે શરદ પૂનમે મોરબીના શક્તિ માતાજીના મંદિરે શક્તિ માતાના યજ્ઞ, હોમ, હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.શાસ્ત્રોક્ત પદ્ધતિ અને હોમ હવન યોજાયા બાદ ક્ષત્રિય ઝાલા સમાજના લોકો માટે મહાપ્રસદ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તેમજ ક્ષત્રિય ઝાલા સમાજની બહેનોએ અદભુત રીતે તલવાર રાસ રજૂ કરીને સૌને દંગ કરી દીધા હતા. આ તકે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને સમાજના વિશેષ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજના મહાનુભવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

મોરબીમાં ક્ષત્રિય ઝાલા પરિવાર દ્વારા શરદપૂનમે વિવિધ કાર્યક્રમો યોજાયા