Friday - May 01, 2026

વાંકાનેરના એડવોકેટના ઘર અને બે મકાનમાં તસ્કરો ત્રાટકયા

વાંકાનેરના એડવોકેટના ઘર અને બે મકાનમાં તસ્કરો ત્રાટકયા

વાંકાનેર : વાંકાનેર શહેરમાં ગત તા.9ના રોજ રાત્રીના સમયે તસ્કરોએ તરખાટ મચાવી અલગ અલગ ત્રણ સ્થળે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે જેમાં ભાટિયા સોસાયટીમાં રહેતા વકીલના ઘરમાંથી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીનાની ચોરી થઈ હતી.ઉપરાંત મિલપ્લોટમાં પણ બે અસમીઓના ઘરમાં ચોરી થઈ હતી.

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા એડવોકેટ મહાવીરસિંહ જટુભા જાડેજા ગત તા.9ના રોજ ગારીયા ગામે પરિવાર સાથે વાડીએ ગયા હતા ત્યારે બંધ પડેલા મકાનને નિશાન બનાવી તસ્કરો ઘરમાંથી સોનાનો ચેન, વીંટી તેમજ 5000 રોકડા મળી 45 હજારની ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત મિલપ્લોટમાં રહેતા અવિનાશ પટેલ તેમજ જીનપરામાં રહેતા અક્ષયભાઈ દરજીના મકાનમાં પણ ચોરી થઈ હોય સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.