મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં ભારે વાહનોની અવરજવરને કારણે ગટરની લાઈનમાં ભંગાણ થયું હતું અને ગટરની લાઈન બ્લોક થઈ જતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. આથી સ્થાનિક રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરીને તેમના વિસ્તારમાં નવી ગટરની લાઈન નાખવાની માંગ કરી છે.
મોરબીના નવલખી રોડ પર શાંતિવન સ્કૂલ પાસે રવિરાજ ફ્લોરમિલની સામે આવેલા રણછોડનગર-1માં ગટર લાઈન ભારે વાહનો ચાલતા તૂટીને બ્લોક થઈ ગઈ હતી.આથી રણછોડનગર-1ના રહીશોએ જવાબદાર અધિકારીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપીને નવી ગટર લાઈન નાખી આપવા રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં શેરીની મેઈન લાઈન સાથે જોડેલી રણછોડનગર-1 સોસાયટીની લાઈન રોડ નીચે ભારે વાહનો ચાલવાથી દબાઈ ગઈ છે. જેના લીધે પાણી આગળ જઈ શકતું નથી અને વારંવાર બ્લોક થઈ જતી હોવાથી રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી જુની ગટર લાઈન કાઢીને નવી ગટર લાઈન નાખવાની પાલિકા તંત્રને રજુઆત કરી છે.