Saturday - May 16, 2026

મોરબીના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવાયા

મોરબીના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવાયા

મોરબીમાં હવે વાહનો રોકેટગતિએ વધ્યા હોય અને ઉપરથી મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકને નડતર રૂપ દબાણો ખડકાય જવાથી ટ્રાફિક સમસ્યા અંધાધૂંધ થઈ ગઈ છે. આથી મોરબી શહેરમાં લાંબા અંતરાલ બાદ જિલ્લા ટ્રાફિક પોલીસ બ્રિગેડને ટ્રાફિકની સમસ્યા હલ કરવાનું શૂરાતન ચડ્યું હોય તેમ આજે શહેરના મુખ્ય માર્ગો પરથી દુકાન બહાર રોડ પર ખડકેલા  દબાણો દૂર કરી દબાણકારો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
 

મોરબીના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવાયા

મોરબીમાં ટ્રાફિક સમસ્યા વિકટ બની છે.આથી જિલ્લા પોલીસ ટિમ આજે શહેરના માર્ગો ઉપર દુકાનો બહાર ખડકેલા ગેરકાયદે દબાણો ઉપર ત્રાટકી હતી. મોરબી ટ્રાફિક પોલીસની ટીમે પાલિકાની ટીમને સાથે રાખી શક્તિ ચોકથી નહેરુ ગેટ ચોક, નહેરુ ગેટથી જુના બસ સ્ટેન્ડ, તખ્તસિંહજી રોડ, જુના મહાજન ચોક સહિતના મુખ્ય માર્ગો પર દુકાનની બહાર ટ્રાફિકની અડચણ રૂપ રાખેલ બોર્ડ, ગેસના બાટલા, ટેબલો, સહિતની બે ટ્રેક્ટર ભરાય તેટલી વસ્તુઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં ટ્રાફીકને નડતર રૂપ કોઈપણ પ્રકારના દબાણો ચલાવી નહિ લેવાય અને ટ્રાફિકને નડતરરૂપ દબાણોને હટાવી દેવા માટે કાયદેસરની કાર્યવાહી કરાશે અને આ કાર્યવાહી હજી આગળના દિવસોમાં પણ ચાલુ રખાશે તેવું ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું.

મોરબીના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવાયા