મોરબી:- હાલ મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે ની ભારે દુર્દશા છે અને હાલ તે ખખડધજ હાલતમાં છે તેની અગાઉ પણ સીરામીક એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ મોરબીના સાંસદોએ પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની રૂબરૂ મુલાકાત લઈને આ બાબત અંગે રજૂઆત કરી છે.
મળતી માહિતી મુજબ દિલ્હી ખાતે મોરબી જિલ્લાના નેશનલ હાઇવેને લગતા પ્રશ્નો માટે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા સાંસદ પરસોત્તમ રૂપાલા કચ્છ લોકસભા સાંસદ વિનોદ ચાવડા સહિતના સાંસદો દ્વારા માર્ગ અને મકાન વિભાગના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની રૂબરૂ મુલાકાત કરી નેશનલ હાઇવે ની હાલત અંગે વાકેફ કરવામાં આવ્યા હતા અને તે અંગે ગંભીર ચર્ચા પણ કરી હતી, નીતિન ગડકરી દ્વારા આ મામલે સકારાત્મક જવાબ આપી આવનારા સમયમાં મોરબી જિલ્લાના લાગુ પડતા નેશનલ હાઇવે ના પ્રશ્નોના વહેલી માં વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.