મોરબી:- મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીમાં પીએમ આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે રૂપિયા ૪,૦૦,૦૦૦ લાખની સરકારી સહાય મળશે, આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય પાત્રતા ધરાવતા અરજદારોને મહાનગરપાલિકા દ્વારા આયોજિત કેમ્પમાં તારીખ ૨૮ થી ૩૧મે દરમિયાન વિવિધ વિસ્તારમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.
કેમ્પના સ્થળ નીચે મુજબ છે.
(૧) તા. 28એ રામદેવ નગર મેઇન રોડ બાલા હનુમાનજી મંદિર આગળ બગીચામાં.
(૨) તા.૨૯એ સાઈબાબા મંદિર રણછોડ નગર,વીસીપરા.
(૩) તા.૩૦એ શક્તિ માંનું મંદિર શનાળા.
(૪) તા.૩૧એ દલવાડી સર્કલ 25 વારિયા ખાતે સવારે ૧૨:૦૦ થી સાંજના ૪:૦૦ વાગ્યા સુધી કેમ્પ યોજાશે.
જેમાં યોગ્ય પાત્રતા ધરાવતા અરજદારોએ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરીને અરજી કરવા મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ બેની ફિશયરી લેન્ડ કન્સ્ટ્રક્શન એટલે કે (બી.એલ.સી) ઘટકના ઓનલાઇન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા અલગ અલગ વિસ્તારોમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ધારા ધોરણ મુજબ 30 મીટર થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું અને શૌચાલય તથા બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસ નું બાંધકામ કરી શકાશે, જે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૧,૫૦,૦૦૦ અને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૨,૫૦,૦૦૦ એમ કુલ મળીને રૂપિયા ૪,૦૦,૦૦૦ની સહાય તમને ચાર હપ્તામાં મળશે.
મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારના નાગરિકો, કે જેઓ પોતાની માલિકીનું કાચું અર્ધ કાચું જર્જરીત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે, અને તેઓની કૌટુબિક વાર્ષિક આવક ₹3 લાખ સુધીની છે અને ભારતભરમાં અગાઉ આવાસ યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધો ન હોય તેવા લાભાર્થીઓએ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધકામ કરવા ઈચ્છે છે તો તેઓને ઓનલાઇન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા જે અલગ અલગ સ્થળ પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તે કેમ્પમાં લાભ લેવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેવું ડેપ્યુટી કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.