Friday - Jun 26, 2026

મોરબીમાં વરલી મટકાનો જુગાર રમતા બે ઝબ્બે

મોરબીમાં વરલી મટકાનો જુગાર રમતા બે ઝબ્બે

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર જાહેરમાં વરલીનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બે અલગ અલગ દરોડા પાડી બે આરોપીઓને વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં વાવડી રોડ ઉપર જાહેરમાં વરલીનો જુગાર રમાડી રહેલા આરોપી મહેન્દ્ર ઉર્ફે મુનાભાઈ નરસીભાઈ ભલસોડ રહે.કારીયા સોસાયટી વાળાને રોકડા રૂપિયા 550 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં પોલીસે વાવડી રોડ ઉપર રામાપીર મંદિર પાસેથી આરોપી મનોજ વસંતભાઇ સરવૈયા રહે.લોમજીવન સોસાયટી વાળાને રોકડા રૂપિયા 1000 સાથે ઝડપી લઇ પૂછતાછ કરતા આરોપી ગુલામહુસેન આમદભાઈ ગાલબ પાસે આકડાની કપાત કરાવતો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.