મોરબી : મોરબી શહેરના શક્તિ પ્લોટ શેરી નંબર 8મા ગઈકાલે બપોરના સમયે જીજે 03 બી 713 નંબરની ઇકો કારના ચાલકે જીજે 03 ઇએમ 738 નંબરનું બાઈક લઈને જઈ રહેલા અલ્પેશભાઈ હર્ષદભાઈ દોશી ઉ.37 રહે.સ્વસ્તિક સોસાયટી, નવા બસસ્ટેન્ડ સામે, મોરબી વાળાને હડફેટે લઈ અકસ્માત સર્જતાં અલ્પેશભાઈ તેમજ બાઈક પાછળ બેઠેલા સાહેદ દીપેશભાઈને ઇજાઓ પહોંચતા બનાવ અંગે ઇકો કાર ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.