Saturday - May 16, 2026

હળવદના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર બે ઝડપાયા

હળવદના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર બે ઝડપાયા

રૂ.4 લાખના કોપર વાયરની ચોરીની ઘટનમાં રૂ.2.99 લાખનો મુદ્દામાલ કબ્જે

હળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટમાંથી 1000 મીટર લંબાઈનો રૂપિયા 4 લાખની કિંમતનો કોપર વાયર ચોરી કરવાની ઘટનામાં સ્થાનિક પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખી કોપર વાયર ચોરી કરી જનાર તસ્કર બેલડીને ઝડપી લઈ રૂ.2.99 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

હળવદ પોલીસ મથકમાં કવાડિયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમા ફેંસિંગ તોડી દીવાલ કૂદી અજાણ્યા તસ્કરોએ રૂપિયા 4 લાખની કિંમતના 1000 મીટર લંબાઈના કોપર વાયરની ચોરી કર્યા અંગે ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં હળવદ પોલીસે બાતમીદારોને કામે લગાડી તસ્કરોનું પગેરું દબાવી સુખપુર ગામની સીમમાંથી આરોપી સુલતાન ઉર્ફે કાનો ધીરુભાઈ દેકેવાડીયા અને આરોપી રવિ ઘનશ્યામભાઈ દેકેવાડીયા રહે.બન્ને દેવપર, સુખપુર વાળાઓને 460 કિલો 700 ગ્રામ કોપર વાયર કિંમત રૂપિયા 2,99,455 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.