મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર અને મકનસર વચ્ચે આજે રવિવારે સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે કાળમુખા ડમ્પર અને અર્ટિગા કાર વચ્ચે અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં GJ-36-AL-7520 નંબરની અર્ટિગા કારનો બુકડો બોલી ગયો હતો અને ડમ્પર પણ પલ્ટી મારી ગયું હતું. આ ગમખ્વાર ઘટનામાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા જ્યારે 3 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.