Wednesday - Apr 29, 2026

માળીયામાં આધેડની હત્યા કરનાર બે ઝડપાયા

માળીયામાં આધેડની હત્યા કરનાર બે ઝડપાયા

માળિયા મિયાણા પોલીસ મથક વિસ્તારમાં જમવા બાબતે ઝઘડો થયા બાદ પ્રૌઢની હત્યા નિપજાવનાર બે શખ્સોને પોલીસે શોધી કાઢી તેની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીંયાણા પંથકમાં તા.૨૧ના રોજ રાત્રીના ૯ કલાકે નૂરમામદ ઉર્ફે ચવો અલ્લારખા મોવર તથા રઝાક ગફુર મોવરે જમવા બાબતે ઝઘડો થયેલ હોય જેનું મન દુઃખ રાખી લાકડાના ધોકાથી ચંદુભાઈ લાધાભાઈ ઉંમર વર્ષ ૫૮ની હત્યા નિપજાવી હતી. પોલીસે બન્ને આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.