Tuesday - Oct 06, 2026

મોરબીમાં વધુ બે મોટર સાયકલની ઉઠાંતરી

મોરબીમાં વધુ બે મોટર સાયકલની ઉઠાંતરી

મોરબી : મોરબી જિલ્લામા વાહન ચોરીના બનાવ સતત વધી રહયા છે અને પોલીસ આવા વાહન ચોરને પકડી પણ રહી છે ત્યારે વધુ એક વાહન ચોર પકડાઈ જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પાડાપૂલ અને વિદ્યુતનગરમાં અગાઉ થયેલી વાહનચોરી અંગે ફરિયાદ નોંધાઇ છે.


પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પાડાપૂલ નીચે રવિવારી બજાર પાસેથી વાંકાનેરના પંચાસિયા ગામે રહેતા દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણનું 20 હજારની કિંમતનું બાઈક ગત તા.6 એપ્રિલના રોજ ચોરી થઈ ગયું હોવાનું તેમજ વિદ્યુતનગરમાં રહેતા ફરિયાદી અમેન્દ્રભાઈ જોગીભાઈ યાદવનું રૂપિયા 15 હજારની કિંમતનું બાઈક તેમના ઘર પાસેથી ચોરી થઈ ગયાની સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.