Monday - May 04, 2026

ટંકારા અને વાંકાનેરમા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની સાથે બે ઝબ્બે

ટંકારા અને વાંકાનેરમા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની સાથે બે ઝબ્બે

મોરબી : મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઘાતક ચાઇનિઝ દોરી અને તુક્કલના વેચાણ - ઉપયોગ પર પ્રતિબંધ લાદયો હોવા છતાં લોકો છાનેખૂણે ચાઈનીઝ દોરી ખરીદી રહ્યા હોય પોલીસ સતર્ક બની પગલાં લઈ રહી છે તેવામાં ટંકારા અને વાંકાનેરમાંથી પોલીસે બે શખ્સને ચાઈનીઝ દોરીની પાંચ ફીરકી સાથે ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં ટંકારા પોલીસે મોચી બજાર શેરીમાંથી આરોપી સિકંદર હસનભાઈ મોઢિયા રહે.મઠવાળી શેરી ટંકારા વાળાને ચાઈનીઝ દોરીની 4 ફીરકી કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે માટેલ અમરધામ નજીકથી આરોપી મનજી જેસિંગભાઈ સરવાડિયાને ચાઈનીઝ દોરીની એક ફીરકી કિંમત રૂપિયા 100 સાથે ઝડપી લઇ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.