વાંકાનેર : વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ જવાના રસ્તે આવેલ સનરાઈઝ સ્ટીલ કારખાનામાં રહેતા મૂળ રાજસ્થાનના વતની રાહુલભાઈ રામસ્વરૂપ ગરવા ઉ.25 અને તેમના મિત્ર સુનિલ મનિરામ બીશ્નોઈ ગત તા.27ના રોજ જીજે - 36 - એબી - 7681 નંબરનું બાઈક લઈ વાંકાનેર રેલવે સ્ટેશનથી સમઢીયાળા જતા હતા ત્યારે ગારીડા ગામ પાસે હાઇવે પર જીજે - 12 - બીવાય - 9354 નંબરના ડમ્પર ચાલકે પાછળથી હડફેટે લેતા બન્નેને ઇજાઓ પહોંચી હતી.બનાવ બાદ ડમ્પર ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો.ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.