મોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર ઉંચી અને નીચી માંડલ ગામ વચ્ચે એક ટ્રક ચાલકે અચાનક ટ્રકને વળાંક વાળી લઇ અકસ્માત સર્જતાં ચરડવા જઈ રહેલા બે મિત્રોને ઇજાઓ પહોંચી હતી.
મોરબી - હળવદ હાઇવે ઉપર ઉંચી - નીચી માંડલ ગામ નજીક શિવ પેટ્રોલપંપ નજીક જીજે - 10 - ટીવાય - 6284 નંબરના ટ્રક ચાલકે અચાનક ટ્રકને વળાંક વાળતા જીજે - 13 - બીજે- 1087 નંબરના બાઇકને સામેથી હડફેટે લીધું હતું. આ અકસ્માતને કારણે બાઈક ચાલક સુરેન્દ્રનગરના રહેવાસી ઇમરાન અબ્દુલભાઇ ભટ્ટી અને તેમના મિત્ર અલરખાભાઈ હનીફભાઈ ભટ્ટીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. વધુમાં બન્ને મિત્રો ચરડવા ખાતે તેમના મિત્રને ત્યાં જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત અંગે હાલમાં મોરબી તાલુકા પોલીસે ઇમરાનભાઈની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.