Saturday - Jul 04, 2026

વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા બે ઝબ્બે

વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા બે ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે બાતમીને આધારે ગામની કેનાલ પાસે ખુલ્લા પટ્ટમાં દરોડો પાડી આરોપી કાનજીભાઈ બાબુભાઇ રિબડીયા રહે.ગરબી ચોક, કુવાડવા અને મહેશભાઈ હકાભાઈ ડાભી રહે.નવા રાજાવડલા વાળાને રોકડા રૂપિયા 11,370 તેમજ રૂપિયા 10 હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 20,370 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.