Monday - Sep 16, 2024

માળીયાના વેજલપર ગામે બે દીકરીઓએ દીકરાની ખોટ ન સાલવા દીધી

આજના આધુનિક યુગમાં હજુ પણ સમાજમાંથી પુત્ર એષણા મરી પરવારી નથી. ત્યારે માળીયાના વેજલપર ગામે દીકરો જ પિતાની બધી ફરજ નિભાવે એ વાતને બે દીકરીઓએ ખોટી પાડી છે. જેમાં બે દીકરીઓએ અવસાન પામેલા પિતાને કાંધ આપી અગ્નિ સંસ્કાર કરીને દીકરો કરતા દીકરી સવાઈ હોવાનું સમાજને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે

માળીયાના વેજલપર ગામે બે દીકરીઓએ દીકરાની ખોટ ન સાલવા દીધી

માળીયાના વેજલપર ગામે ભરતભાઈ રવજીભાઈ કૈલાનું માત્ર 46 વર્ષે હદયરોગના હુમલાથી અકાળે અવસાન થયું હતું. જો કે તેમને સંતાનમાં  કૃપાલી અને જીંકલ એમ બે જ દીકરીઓ છે. પિતાની આ વસમી વિદાયથી બન્ને દીકરીઓ ભાંગી પડી હતી. પિતાના અકાળે અવસાનનો આઘાત જીરવી શકાય એમ ન હતો. ઉપરથી એકેય દીકરો ન હોવાથી આ આઘાત વચ્ચે જ બન્ને દીકરીઓ પિતાની અંતિમ કિર્ય કરવા આગળ આવી હતી અને સમાજ અને પરિવારજનોએ સમતી આપતા બન્ને દીકરીઓ સ્વમાનભેર પિતાને રડતી આખે કાંધ આપી એટલું જ નહીં પિતાને મુખાઅગ્નિ આપી અંતિમ વિદાય આપીબે દીકરાની તમામ ફરજ નિભાવતા દીકરીઓની ખુમારી જોઈને હાજર રહેલા લોકોને પણ દીકરીઓ પ્રત્યે માનની લાગણી ઉપજી હતી.

માળીયાના વેજલપર ગામે બે દીકરીઓએ દીકરાની ખોટ ન સાલવા દીધી