મોરબી : મોરબીની રાજપર ચોકડીએથી ગૌ રક્ષકોએ બે ગૌવંશ ભરેલા બોલેરો પિક-અપને પકડી લઈ એ ડિવિઝન ખાતે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી ગૌરક્ષકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળના આગેવાનોને બાતમી મળેલ કે લતીપર પીઠડ બાજુથી એક બોલેરો પીકપ જેના નંબર GJ 36 V 7251 છે. તેમાં ગૌવંશ ભરીને માળિયાના કાજરડા ગામ બાજુ કતલના ઇરાદે લઈ જવામાં આવી રહ્યા છે.આ બાતમીના આધારે ગૌરક્ષકોએ રાજપર ચોકડીએ વોચ ગોઠવી હતી. ત્યારે આ બોલેરો પીકઅપ આવતા તેને રોકીને ચેક કરતા જેમાં 2 ગૌવંશ ટૂંકા દોરડાથી ક્રુરતાપૂર્વક બાંધેલા હોય, ઘાસચારાની કે પાણીની સુવિધા રાખવામાં આવી ન હતી. આ ગૌવંશને કતલ કરવાના ઇરાદે માળિયાના કાજરડા ગામે ઇકબાલના ઘરે કતલના ઇરાદે લઈ જવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળતા બોલેરો પીકપ અને એક આરોપીને એ ડિવિઝન ખાતે લઈ જઈ પોલીસને ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરાવી છે.