Friday - Apr 24, 2026

મિતાણા પાસે ડિવાઈડર ઠેકી ગયા બાદ બે કાર અથડાતા યુવાનનું મોત

મિતાણા પાસે ડિવાઈડર ઠેકી ગયા બાદ બે કાર અથડાતા યુવાનનું મોત

અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર, ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના મિતાણા નજીક ડિવાઈડર કૂદીને આવેલ કાર સામેથી આવતી કાર સાથે અથડાતા આ ગમખ્વાર અકસ્માતમાં ટંકારાના રહેવાસી કાર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ગત તા.15ના રોજ મોડી રાત્રીના સમયે જીજે - 03 - એમએચ - 4086 નંબરના કાર ચાલકે પુરપાટ ગતિએ પોતાની કાર હંકારી ડિવાઈડર કુદાવી દેતા સામેથી આવતી જીજે - 36 - એફ - 8678 નંબરની કાર સાથે અકસ્માત સર્જતાં કાર ચાલક દેવેન્દ્રભાઈ શામજીભાઈ ભાલોડીયા ઉ.વ.35 રહે.ટંકારા વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો.અકસ્માતના આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃતકના મોટાભાઈ નિલેશભાઈ ભાલોડિયાની ફરિયાદને આધારે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.