Saturday - Jun 27, 2026

મોરબી અને હળવદમાથી બે બાઇકની ચોરી

મોરબી અને હળવદમાથી બે બાઇકની ચોરી

મોરબી : મોરબી જિલ્લામાં વાહનચોર ગેંગ સક્રિય બની છે ત્યારે મોરબી શહેર અને હળવદ શહેરમાંથી વધુ બે બાઈક ચોરાયાની ઘટના સામે આવી છે. પ્રથમ ઘટનામાં મોરબી નવા બસસ્ટેન્ડ નજીક માધવ માર્કેટના પાર્કિંગમાંથી અરજણભાઈ પરસોત્તમભાઈ ડાભી રહે.મયુરપાર્ક, અવની ચોકડી વાળાનું રૂપિયા 63 હજારનું બાઈક ચોરી થઈ ગયું હતું. જ્યારે બીજી ઘટનામાં હળવદ સરા ચોકડી નજીકથી બાબુભાઇ ધનજીભાઈ પરમારનું રૂપિયા 30 હજારની કિંમતનું બાઈક ચોરી થઈ જતા બન્ને કિસ્સામાં પોલીસે બાઈક ચોરી અંગે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.