Friday - Oct 09, 2026

મોરબીમાં બે બાઇકની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

મોરબીમાં બે બાઇકની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

મોરબી : મોરબી એલસીબી ટીમે મચ્છું નદીના બેઠા પુલ પાસે આવેલ ખાખરેચી દરવાજા પાસેથી ચોરાઉ સ્પ્લેન્ડર લઈને નીકળેલા મુસ્તાક અબ્દુલભાઇ ચાનીયા રહે.કાલિકા પ્લોટ વાળાને પકડી લઈ તેની પાસેથી એક ડ્રિમ યુગા બાઇક પણ કબ્જે કર્યું છે. આ બન્ને બાઇક સિટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયાનું પ્રાથમિક તપાસમાં ખુલતા પોલીસે બાઇક ચોરી કરનાર શખ્સ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.