Thursday - Jun 25, 2026

મોરબી જીલ્લામાંથી બે બાઇકની ઉઠાંતરી

મોરબી જીલ્લામાંથી બે બાઇકની ઉઠાંતરી

મોરબીના લક્ષ્મીનગર અને હળવદ શહેરના સરકારી દવાખાના પાછળથી બાઇકની ચોરી થતા પોલીસે ગુન્હો નોંધ્યો છે. પ્રથમ બનાવમાં મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામેથી બાબુભાઇ પુંજાભાઈ ભંખોડીયાનું 25 હજારનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ફેબ્રુઆરી માસમાં ચોરી જતા હવે ફરિયાદ નોંધાઇ છે. જયારે બીજા બનાવમાં હળવદ સરકારી દવાખાના પાછળની શેરીમાંથી સતીશ કરશનભાઇ ખાંભલાનું 20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ગઈકાલે ચોરી જતા ફરિયાદ નોંધાઇ હતી.